જોન અબ્રાહમ ભજવશે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની ભૂમિકા
જોન અબ્રાહમ ભજવશે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની ભૂમિકા
Blog Article
જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટી ફિલ્મોના માધ્યમથી પોતાના ‘કોપ યુનિવર્સ’નું સર્જન કરી રહ્યા છે. આ યુનિવર્સમાં ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે તેઓ આ યુનિવર્સમાં નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રોહિતે અત્યાર સુધી અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ સાથે કામ કર્યું છે, પણ નવી ફિલ્મમાં તે જોન એબ્રાહમ સાથે કામ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શેટ્ટીની આ ફિલ્મ કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પણ રીયલ લાઇફ વ્યક્તિ પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે જોન એબ્રાહમ સાથેની આ ફિલ્મ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિક છે. રાકેશ મારિયા અનેક હાઈ-પ્રોફાઇલ અને સેન્સિટિવ કેસ સાથે જોડાયેલા હતા. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને એનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થઈ જશે. જોકે હજી ફિલ્મનું ટાઇટલ નક્કી નથી થયું.
રોહિત શેટ્ટીએ સળંગ 45 દિવસનું શૂટિંગ કરીને જૂન મહિનામાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લેવાનું આયોજન કર્યું છે.